BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની અધ્યક્ષતામાં મળેલી Apex Council Committeeએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં કે જેનું ઉદ્દઘાટન PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ કરવાના છે જ્યાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પણ યોજાવાનો છે. ત્યાં ઈંગ્લેંડ અને ભારતની વચ્ચે એક ડે-નાઈટ ટેસ્ટ યોજાનાર છે. ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની સીરિઝ દરમિયાન એક ડે-નાઈટ ટેસ્ટ રમશે. તેમજ આવતા વર્ષ ઇંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવશે. ત્યારે પણ ટીમ ઇન્ડિયા 5 ટેસ્ટની સીરિઝમાં અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક ડે-નાઈટ ટેસ્ટ રમશે.