ભારત સરકારે પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ માગ કરી છે. હાફિઝ સઈદ મુંબઈમાં થયેલા ૨૬-૧૧ના આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. પાકિસ્તાની મીડિયા મુજબ ભારતે સત્તાવાર રીતે વિદેશ મંત્રાલય સમક્ષ ઔપચારિક માગ કરી છે. જોકે, ભારતની આ માગથી પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું છે. તેણે હિન્દુત્વ અને કાશ્મીરનો રાગ આલાપતા અર્થહિન નિવેદન આપ્યું છે. બીજીબાજુ હાફિઝ સઈદનો પક્ષ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં લડવાની તૈયારી કરી રહ્યો છે.