ભારતે ચીનની સરહદે સુરક્ષાને લઈને અરુણાચલ પ્રદેશમાં રેલવે નેટવર્ક બનાવવાની તૈયારી આરંભી. પ્રદેશમાં તવાંગ સુધી રેલવે નેટવર્ક માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ છે, તેમ જ ટૂંક સમયમાં સર્વે શરુ થશે. અંદાજિત 70 હજાર કરોડના પ્રોજેક્ટમાં શરુઆતના તબક્કે ત્રણ ટ્રેક તૈયાર કરાશે. આ રેલવે નેટવર્કમાં ટ્રેકની ઉંચાઈ 500 ફૂટથી લઈને 9000 ફૂટ સુધી રહેશે.