સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા શસ્ત્રો તેમજ સંરક્ષણ સાધનોનું ભારતમાં ઉત્પાદન વધારવામાં આવશે તેવો રણટંકાર પીએમ મોદીએ કર્યો હતો. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મ નિર્ભર ભારત વિષય પર વેબિનારમાં તેમણે શસ્ત્રો અને સંરક્ષણનાં સાધનોનું ભારતમાં જ ઉત્પાદન વધારવા સરકારનો હેતુ છે તેમ જણાવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ભારત શસ્ત્રો તેમજ સંરક્ષણ સાધનોનો મોટો આયાતકાર દેશ રહ્યો છે. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારથી તેની પાસે સંરક્ષણનાં સાધનોનું દેશમાં જ ઉત્પાદન કરવાની મોટી ક્ષમતા હતી. ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી ડિફેન્સનાં સાધનો ઉત્પાદિત કરવાની ઈકો સિસ્ટમ પણ દેશમાં અસ્તિત્વ ધરાવે છે આમ છતાં આ મુદ્દે અગાઉની સરકારો દ્વારા પૂરતું ધ્યાન જ આપવામાં આવ્યું ન હતું. સરકારે હવે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭૪ ટકા FDIને ઓટોમેટિક રૂટ દ્વારા મંજૂરી આપી છે.