અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારતને અમેરિકા તરફથી મળતા ફંડને લઇને મોટુ નિવેદન આપ્યું છે. સતત ચોથા દિવસે ટ્રમ્પે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અમેરિકાની અગાઉનીે સરકારે ભારતને ચૂંટણીમાં મતદાન વધારવા માટે ૧૮ મિલિયન ડોલરની સહાય કરી, જ્યારે હકીકતમાં ભારતને આ ફંડની કોઇ જ જરૂર નથી. સાથે જ ટ્રમ્પે ભારત પર અન્ય એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે સૌથી વધુ ટેરિફ નાખે છે.