ભારતે ગયા રવિવારે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું. આઈએનએસ ચેન્નઇ પરથી બ્રહ્મોસના સફળ પરીક્ષણ સાથે ભારતે બે મહિનાથી ઓછા સમયગાળા દરમિયાન ૧૧ મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કર્યું છે. પૂર્વીય લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે વારંવાર અથડામણ થઈ રહી છે, ચીન સાથેની સરહદ પર ભારે તંગદિલી અને કોરોનાનો કેર છતાં ભારત આત્મરક્ષા મોરચે મજબૂતીથી આગળ વધી રહ્યો છે અને દુશ્મનોને આપણી તાકાતનો પરચો આપવા માટે કુલ ૧૧ મિસાઇલ્સનું ટેસ્ટ ફાયરિંગ કરવામાં આવ્યું છે. સરહદ પર દુશ્મન દેશોના નાપાક ઇરાદાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સુરક્ષાતંત્ર સલામતીદળોની તાકાતમાં વધારો કરી રહ્યું છે, જેમાં હાલમાં અસ્તિત્વ ધરાવતી મિસાઇલ્સની મારકક્ષમતામાં જોરદાર વધારો કરવાની યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનાના ભાગરૂપે સાત સપ્ટેમ્બરથી ૧૮ ઓક્ટોબર સુધીના સમયગાળામાં કુલ ૧૧ મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કરાયું છે અને ચીનને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે અમે પાણી, જમીન કે વાયુ માર્ગે ઊંડે સુધી ઘૂસીને મારીશું. વાચકોને માટે આ વિગતો અત્રે ઉપલબ્ધ છે.