ભારતમાં કોરોનાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલૉજીએ સ્વદેશી ટેકનીક પર IEGG એલિસા ટેસ્ટ કિટને બનાવી હોવાની જાણકારી કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને આપી હતી. આ સાથે જ, આ કીટ બનાવવાની જવાબદારી ગુજરાત સ્થિત ઝાયડસ કેડીલા કંપનીને સોંપાઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.
તેમણે જણાવ્યું કે, માસ પ્રોડક્શન કરવા મટે ICMR આ ટેક્નોલોજી ઝાયડસને આપશે. કોમર્શિયલ પ્રોડક્શન અને માર્કેટિંગ કરવા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ તરફથી કંપનીને તમામ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી ચૂકી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ કિટને મુંબઈમાં 2 ઠેકાણે માન્ય કરવામાં આવી હતી. જેમાં ચોક્કસ પરિણામો મળ્યા છે. આ કીટની મદદથી 2.5 કલાકમાં જ એકસાથે 90 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી શકે છે. જિલ્લા સ્તરે પણ એલિસા આધારિત તપાસ સરળતાથી શક્ય છે.