વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટીમનો સુકાની બનાવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ટીમના વાઈસ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આ ઉપરાંત ટીમમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.