કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાના ચીન અંગેના નવા નિવેદનથી વિવાદ ઉભોે થયો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની તરફથી ચીનને દુશ્મન માનવાનું બંધ કરી દેવું જોઇએ.
કોંગ્રેસના આ નેતાના નિવેદનને કારણે ભાજપે કોંગ્રેસ પર પ્રહારો શરૂ કરી દીધા છે. પિત્રોડાએ જણાવ્યું હતું કે મને સમજમાં નથી આવતું કે ભારતને ચીનથી શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દાને હંમેશા વધારીને દેખાડવામાં આવે છે કારણકે અમેરિકાનો સ્વભાવ દુશ્મન બતાવવાનો છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે તમામ દેશ એક સાથે આવે અને ટકરાવ ન કરે.