કોરોના વાયરસ સામેની જંગમાં ગરીબ દેશોને લાખોની સંખ્યામાં વેક્સીન આપવા માટે ભારતની આખા દેશમાં પ્રસંશા થઇ રહી છે. છતાંપણ, ઘણા સમૃદ્ધ દેશો તેમના નાગરિકો માટે રસીનો સંગ્રહ કરી રહ્યા છે. પાડોશી દેશોને કોરોના વાયરસ રસી આપ્યા બાદ હવે ભારત કેરેબિયન દેશોને રસી આપી રહ્યું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, કેરોબિયન દેશો કોરોના સાથેના યુદ્ધમાં પાછળ રહી ગયા હતા, પરંતુ ભારત તરફથી રસીના સપ્લાયથી તેમને ટેકો મળ્યો છે. ભારત સરકારે તાજેતરમાં પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, સેશેલ્સ અને માલદીવમાં રસી સપ્લાય કરી છે અથવા વેચી છે. ભારતમાં બનેલી રસી ચીની રસીની તુલનામાં અન્ય દેશોને વિકલ્પ પૂરા પાડે છે. બેઇજિંગ તેની રસી સમગ્ર વિશ્વમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો અને આફ્રિકા ટાપુ (Latin America, Caribbean, Africa) ના કુલ 49 દેશોમાં વેક્સીન સપ્લાય કરવાની યોજના બનાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે, આ વેક્સીન ગરીબ દેશોમાં મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વેક્સીન ડિપ્લોમસી અંતર્ગત ભારતે અત્યાર સુધી દુનિયામાં વેક્સીનના 22.9 મિલિયન રસી આપી છે, જેમાંથી 64 લાખથી વધુ ગરીબ દેશોમાં ગિફ્ટ તરીકે વહેંચી છે.