ભારતે નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સૈનિકો તરફથી સીઝફાયરના ઉલ્લંઘન કરવાને લઈને સખત વલણ અપનાવતા પાકિસ્તાની એમ્બેસીના એક વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવ્યુ છે. ભારતે પાકિસ્તાનની આ નાપાક હરકત વિરુદ્ધ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે.
પાકની કાયરાના હરકતની ભારતે નિંદા કરી
વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નિર્દોષ નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાની સખત શબ્દોમાં નિંદા કરી અને કહ્યું કે, પાકિસ્તાન તરફથી તહેવારોના સમયે નિયંત્રણ રેખા પર ગોળીબારી કરી શાંતિ ભંગ કરવી અને હિંસા ભડકાવવાની નિંદનીય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, 'પાકિસ્તાન એમ્બેસીના 'ચાર્જ ધી અફેયર્સ'ને વિદેશ મંત્રાલયે સમન્સ કર્યુ છે. તેમની સમક્ષ પાકિસ્તાન દ્વારા કારણ વગર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાને લઈને આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.'