95માં એકેડમી એવોર્ડની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે ભારત માટે ઓસ્કાર એવોર્ડ્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આરઆરઆર ફિલ્મનો નાટૂ નાટૂ સોંગ ઓસ્કાર 2023માં ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં સામેલ છે. ઓલ ધેટ બ્રીદ્સ ફિલ્મ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ ગુજરાતી ફિલ્મને શૌનક સેને ડાઈરેક્ટ કરી હતી. ભારતને આંચકો લાગ્યો છે. ભારતની ઓલ ધેટ બ્રીદ્સ ઓસ્કારની રેસમાંથી બહાર થઇ ગઇ છે. બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જર્મનીની ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને મળ્યો છે. ભારતની ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ ઓસ્કાર એવોર્ડ જીતી ગઈ છે. તેને ધ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો.