રશિયા સાથે S-400 ડીલ કર્યા બાદ હવે ભારતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે અમેરિકી પ્રતિબંધો છતા પમ ઇરાન સાતે ક્રૂડનો વ્યાપાર યથાવત્ત રાખશે. સરકારી રિફાઇનર્સે ઇરાન પાસેથી 1.25 મિલિયન ટન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કરાર કર્યા છે. એટલું જ નહી, ભારતે ડોલરમાં પેમેન્ટનાં બદલે રૂપિયામાં વ્યાપાર કરવાની દિશામાં પણ પગલા ઉઠાવવા માટેની તૈયારી કરી લીધી છે.
ટોપ ઇન્ડસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને મેંગ્લોર રિફાઇનરી એંડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)એ નવેમ્બરમાં ઇરાની તેલની આયાત માટે 1.25 મિલિયન ટન્સ માટે કરાર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં જ ઇરાનની ઓઇલ સેક્ટરની વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધ લાગુ થવાનો છે. એવામાં રશિયાથી S-400 ડીલ બાદ એક પ્રકારે ભારત દ્વારા અમેરિકાને અપાયેલ બીજો ઝટકો હશે.