જમ્મુ-કાશ્મીરમાં એલઓસી ખાતે પાકિસ્તાની રેન્જરો દ્વારા રવિવારે ફરી એકવાર કરાયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો ભારતીય જાંબાઝોએ જડબાતોડ જવાબ આપતી કરેલી કાર્યવાહીમાં ૩ પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા હતા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. ભારતની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ચાર અગ્રિમ ચોકીઓ તબાહ થઇ હતી. પાકિસ્તાની સેનાએ રવિવારે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વિના જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નૌશેરા, રાજૌરી, પૂંચ અને કઠુઆ જિલ્લામાં સરહદી ગામો અને ભારતીય સેનાની અગ્રિમ ચોકીઓ પર ભારે મોર્ટારમારો અને ગોળીબાર શરૂ કરી દીધા હતા.