ભારત સહિત દુનિયાભરમાં મોંઘવારીને કારણે માંગ મંદ પડવાની આશંકા વચ્ચે મે મહિનામાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓ 11 વર્ષને ટોચે પહોંચી છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિએ મે મહિનામાં ઝડપી સુધરી છે અને વધતા ભાવ દબાણ વચ્ચે પણ 11 વર્ષમાં સૌથી મજબૂત દરે વૃદ્ધિ પામી છે.
શુક્રવારે રજૂ થયેલ એક માસિક રિપોર્ટમાં જણાવાયું છે કે ઈનપુટ કોસ્ટ ઈન્ફલેશન વિક્રમજનક ટોચે પહોંચી હોવા છતાં સર્વિસ સેક્ટરનો પર્ચેસિંગ મેનેજર ઈન્ડેકસ(PMI Index) એપ્રિલમાં 57.9થી વધીને મે મહિનામાં 58.9 થઈ ગયો છે. ગત મહિને માંગમાં વધારો અને નવી નોકરીસર્જનની મજબૂત વૃદ્ધિને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે.