ભારતમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેરળમાં આ વાયરસના બીજા દર્દીની પુષ્ટિ થતાં ચકચાર મચી જવા પામી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું હતું કે, દર્દીને અલપ્પુઝા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે, દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને દર્દીને હોસ્પિટલના એક અલગ રૂમમાં રાખવામાં આવ્યો છે.