ભારતમાં વાહનો અને પબ્લીક ટ્રાન્સપોર્ટેશન વધવાની સાથે ટોલ ટેકસની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા ૯ વર્ષમાં ૯૧૦૦૦ કિમી લાંબો નવો રસ્તો બન્યો છે એટલું જ નહી ટોલથી મળતી આવકમાં પણ ધરખમ વધારો થયો છે. પહેલા ૪૭૭૦ કરોડ રુપિયા રાજસ્વ મળતું હતું તે ૯ વર્ષમાં વધીને ૪૧૩૪૨ કરોડ રુપિયા થયું છે.