ભારતમાં જી ૨૦ની શિખર બેઠક થવાની છે તેવા સમયે જ અદાણી જૂથ સામે થયેલા નવા આક્ષેપોને કારણે ભારતની આબરુ હોડમાં મૂકાઈ છે. વડાપ્રધાન તત્કાળ અદાણી મુદ્દે જેપીસીની રચના કરી પોતાની જાતને નિષ્કલંક સાબિત કરવી જોઈએ એવી માગણી રાહુલ ગાંધીએ કરી છે. રાહુલે કહ્યું હતું કે અદાણી મુદ્દે જેપીસીની માંગણીના ટેકા બાબતે તમામ વિપક્ષો એકમત છે અને આ મુદ્દે કોઈ ભેદભાવ નથી.