અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ વીજળીક ઝડપે કાબુલ કબજે કર્યા પછી લગભગ એક મહિનાથી ભારતે 'થોભો અને રાહ જૂઓ'ની નીતિ અપનાવી હતી. જોકે, અંતે શનિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને સમર્થનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં વર્તમાન વચગાળાની સરકારને તેઓ એક વ્યવસ્થાથી વધારે કશું જ માનતા નથી. બીજીબાજુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટરેસે ભારપૂર્વક કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વિજયથી દુનિયામાં અન્ય સ્થળો પર પણ આતંકી જૂથોને પ્રોત્સાહન મળશે. તેમણે વૈશ્વિક આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી હતી.