ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર કાર્યાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતી વિષે આપેલા અહેવાલ સામે સોમવારે ભારે વિરોધ જાહેર કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે અહેવાલમાં સરહદપારના ત્રાસવાદને કારણે કાશ્મીરમાં સર્જાયેલી સમસ્યાને કારણે થયેલી જાનહાનિની મુલવણી કર્યા વિના જ વિશ્લેષણ થયેલું છે. ભારતે અહેવાલનો રાજદ્વારી વિરોધ નોંધાવતાં જણાવ્યું હતું કે અહેવાલ ખોટો અને ત્રાસવાદને પ્રોત્સાહન આપનારો છે. અહેવાલમાં ભારતને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સંરક્ષિત કાશ્મીરવાસીઓના આત્મનિર્ણયના અધિકારને સન્માન આપવા અનુરોધ થયેલો છે.