ખાલીસ્તાની આતંકી નિજજરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે, તેવા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં જ ભારત ઉપર સીધા આક્ષેપો કરતાં ભારત અને કેનેડાના સંબંધો ખરાબે ચઢી ગયા છે. કેનેડાએ આ આક્ષેપો કર્યા પછી ભારતીય હાઈકમિશનના એક રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપતાં ભારતે વળતા પ્રવાહ રૂપે કેનેડાનાં ભારત સ્થિત હાઈકમિશનના એક રાજદ્વારીને ભારત છોડવા આદેશ આપી દીધો છે.