૨૦૨૩માં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન વધીને ૫.૨ ટકા રહ્યું છે. જે ડિસેમ્બર, ૨૦૨૨માં ૪.૭ ટકા હતું. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર વીજળી, માઇનિંગ અને મેન્યુફેકચરિંગ સેક્ટરના સારા દેખાવને પગલે જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનના દરમાં વધારો જોવા મળ્યો છે.