ભારતમાં માઝા મૂકી રહેલા કોરોના સંક્રમણ મધ્યે આશાનું કિરણ જગાવતા તેલંગણા સ્થિત ભારત બાયોટેક લિમિટેડે જણાવ્યું હતું કે આઇસીએમઆર સાથેના સહયોગમાં વિકસાવવામાં આવી રહેલી કોરોનાની સ્વદેશી વેક્સિન કોવાક્સિનની પ્રાણીઓ પરની ટ્રાયલ સફળ રહી છે. કંપનીએ અખબારી યાદી જારી કરી જણાવ્યું હતું કે, પ્રાણીઓ પરની ટ્રાયલમાં કોવાક્સિન દ્વારા અસરકારક રોગપ્રતિકારક શક્તિ સર્જવામાં સફળતા હાંસલ થઈ છે. કોરોના વાઇરસથી સંક્રમિત કરાયેલા વાનરોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવામાં કંપની સફળ રહી છે. અત્યાર સુધીની ટ્રાયલના પરિણામ લાઇવ વાઇરલ ચેલેન્જ મોડેલમાં સંરક્ષણાત્મક અસરકારતા સામે આવી છે. ભારત બાયોટેક દ્વારા ૨૦ મકાક્સ પ્રકારના વાનરોમાં કોરોના વેક્સિનની ટ્રાયલ હાથ ધરાઈ હતી. આ વાનરોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યાં હતાં. વાનરોના એક જૂથને પ્લસબો અપાયાં હતાં જ્યાકે બાકીના ૩ જૂથને પહેલા અને ૧૪મા દિવસે ૩ વિવિધ પ્રકારના વેક્સિન કેન્ડિડેટ્સના ડોઝ અપાયાં હતાં. બીજો ડોઝ અપાયા પછી વાનરોમાં રોગપ્રતિકારક શક્તિ જોવા મળી હતી. વાનરોમાં કોરોના સંક્રમણ સામે સંરક્ષણાત્મક અસરકારકતા સર્જાઈ હતી.