વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઑસ્ટ્રિયાની મુલાકાતે છે બુધવારે તેઓએ ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ મહમ્મદ સાથે મંત્રણાઓ કરી હતી સામે દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવા ચર્ચા કરી હતી. મંત્રણા પૂર્વે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત - ઑસ્ટ્રિયાની મૈત્રી મજબૂત છે અને આગામી સમયમાં વધુ મજબૂત બનશે.
મોદી રશિયાની બે દિવસની મુલાકાત પછી મંગળવારે સાંજે અહીં આવી પહોચ્યા હતા ૪૦ વર્ષો પછી ઑસ્ટ્રિયાની મુલાકાતે આવેલા તેઓ પહેલા વડાપ્રધાન છે. આ પૂર્વે ૧૯૮૩માં ઇંદિરા ગાંધી ઑસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા હતા