વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે 209 રનની શરમજનક હાર બાદ દેશભરમાં ભારતીય ટીમની આકરી ટીકા થઈ રહી છે. ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમના બેટ્સમેનોને સવાલો ઉઠાવતા કહ્યું કે છેલ્લા દિવસે તમારા હાથમાં સાત વિકેટ હતી પરંતુ તમે એક સેશન પણ રમી ના રમી શક્યા.