ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ફાઈનલમાં ૧૪ વખતનાં વિજેતા ઈન્ડોનેશિયાને ૩-૦થી હરાવતા સૌપ્રથમ વખત થોમસ કપ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. ભારત તરફથી લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતે સિંગલ્સમાં અને ચિરાગ-સાત્વિકે ડબલ્સમાં ધમાકેદાર જીત હાંસલ કરતાં ભારતે પાંચ મેચની ફાઈનલમાં શરૂઆતની ત્રણ જીત સાથે જ ૩-૦થી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતુ. થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત ક્યારેય સેમિ ફાઈનલમાં પણ પ્રવેશી શક્યું હતું. જોકે આ વર્ષે મેન્સ બેડમિંટનની ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા, સેમિ ફાઇનલમાં ડેનમાર્ક અને ફાઈનલમાં ઈન્ડોનેશિયા જેવી ધુરંધર ટીમોને હરાવીને નવો ઈતિહાસ આલેખ્યો હતો.