સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આરોગ્ય માટે કરાતી અંદાજપત્રીય જોગવાઇમાં ભારત વિશ્વમાં છેલ્લેથી ચોથા સ્થાને છે. દાયકાઓથી યુદ્ધમાં સપડાયેલા અફઘાનિસ્તાન જેટલું ભારતનું આરોગ્ય બજેટ છે. આરોગ્ય સેવાઓના બજેટના મોરચે વિશ્વનો બીજા ક્રમના સૌથી ગરીબ ગણાતા દેશ બુરુંડી અને પાકિસ્તાન પણ ભારત કરતાં સારી સ્થિતિમાં છે. ઇન્ટરનેશનલ ચેરિટી સંસ્થા ઓક્સફામના જણાવ્યા અનુસાર સર્વેનો ડેટા જણાવે છે કે ભારત તેના બજેટના ૪ ટકા કરતાં પણ ઓછી રકમ આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચી રહ્યો છે. આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચના મામલામાં ભારત સર્વેમાં સામેલ ૧૫૮ દેશોમાં ૧૫૫મા સ્થાને છે. ભારતની ફક્ત ૫૦ ટકા વસતીને સૌથી આવશ્યક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય છે. બુરુંડીના આરોગ્ય બજેટ કરતાં ભારતનું આરોગ્ય બજેટ ત્રીજા ભાગનું છે.