બેંક વિશ્વ બેંકે ભારતનો આર્થિક વૃદ્ધિદર 7 ટકા રહેવાનો અંદાજ માંડ્યો છે. અગાઉ વૃદ્ધિદરનું અનુમાન 7.6 ટકાનું હતું. વિશ્વબેંકે કહ્યું છે કે આગામી વર્ષોમાં દેશનો વિકાસ ફરી ઝડપી બનશે અને તે ફરી 7.6 અને 7.8 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરશે. બેંકે કહ્યું કે, નોટબંધીના કારણે વિકાસન ગતિ ધીમી પડી છે, પરંતુ માર્ચ,2017 સુધીમાં વિકાસદર 7 ટકાનો રહેશે.