ભારતના ગ્રોથ-ઇન્ડિયા ટેલિસ્કોપ (હેન્લે-લદાખ)ને અનંત બ્રહ્માંડમાંથી પૃથ્વી ભણી આવી રહેલા એક લઘુગ્રહ(એસ્ટેરોઇડ)ની ઇમેજ ઝડપવામાં ઉજળી સફળતા મળી છે. તે લઘુગ્રહ જોકે પૃથ્વીથી લગભગ ૩૦ - ૪૦ લાખ કિલોમીટરના દૂરના અંતરેથી પસાર થઇ ગયો હતો. એટલે કે તે લઘુગ્રહથી પૃથ્વીને કોઇપણ જાતનું જોખમ સર્જાયું નહોતું.