આજે સાઉથ આફ્રિકામાં ICC અન્ડર-19 T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં રમાઈ હતી. જેમા ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની પહેલી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 69 રનનો લક્ષ્યાંક મુક્યો હતો અને ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે. ICC અંડર 19 મહિલા T20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે.