મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર ૬.૪ ટકાએ આવી શકે છે. મંગળવારે જારી સરકારી આંકડાઓમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
૬.૪ ટકા જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી સૌથી ઓછું છે. ઉલ્લેખનીય છે કે કોવિડ વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી માઇનસ ૫.૮ ટકા રહ્યો હતો. જીડીપી ૨૦૨૧-૨૨માં ૯.૭ ટકા, ૨૦૨૨-૨૩માં ૭ ટકા અને ૨૦૨૩-૨૪માં ૮.૨ ટકા રહ્યો હતો.