પ્લેયર ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે ૨૭ બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૫ રનની યાદગાર ઈનિંગ રમતા તેમજ જોરદાર ફોર્મ ધરાવતા હાર્દિક પંડયાએ ૩૧ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૬ રન ફટકારતા ભારતે સાઉથ આફ્રિકાને પાંચ ટી-૨૦ની શ્રેણીની ચોથી ટી-૨૦માં અહીં ખંઢેરી સ્ટેડિયમ પર ૮૨ રનથી પરાજય આપ્યોહતો. ભારતે આપેલા ૧૭૦ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ શરણાગતિ સ્વીકારતા તેઓ ૧૬.૫ ઓવરમાં માત્ર ૮૭ રને ખખડી ગયા હતા. અવેશ ખાને ૧૮ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. પ્રથમ બે મેચ સાઉથ આફ્રિકાએ રન ચેઝ કરીને જીતી હતી. ભારતને શ્રેણીમાં ટકી રહેવા અને જીતવાની આશા જીવંત રાખવા તે પછીથી બંને ટી-૨૦ જીતવી જ પડે તેમ હતી જે તેઓએ કરી બતાવ્યું છે. હવે બંને ટીમ ૨-૨થી બરાબરીએ હોઈ પાંચમી અને આખરી મેચ નિર્ણાયક બની રહેશે. જે રવિવારે બેંગ્લોરમાં રમાશે.