હવે ટૂંક સમયમાં ભારતીના રસ્તાઓ પર પણ હાઈડ્રોજન કાર ફરતી જોવા મળશે. બહુપ્રતિક્ષિત પ્રથમ હાઈડ્રોજન કાર ભારતમાં પોતાની સફર શરૂ કરી ચૂકી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે બુધવારે તેની સવારી કરી હતી.
કેન્દ્રીય મંત્રી આ એડવાન્સ કારમાં સવાર થઈને આજે સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વચ્છ ઈંધણ પર ચાલતી આ કાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ કારને ટોયોટા કંપનીની પાયલટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ ફ્યૂલ સેલ લગાવવામાં આવ્યો છે. આ એડવાન્સ સેલ ઓક્સિજન અને હાઈડ્રોજનના મિશ્રણથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીથી કાર ચાલે છે. ઉત્સર્જનના રૂપમાં આ કારમાંથી માત્ર પાણી નીકળે છે.