લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન ગઈકાલે સંપન્ન થઈ ગયા બાદ હવે બે તબક્કાનું મતદાન બાકી રહ્યું છે અને પરિણામો ૪, જૂનના આવતાં પૂર્વે કેન્દ્રમાં સ્થિર મજબૂત સરકાર રચાવા જઈ રહ્યાના પ્રબળ આશાવાદે આજે ભારતીય શેર બજારોમાં રોકાણકારોની સંપતિ એટલે કે કુલ માર્કેટ કેપિટલાઈઝેશને ઈન્ટ્રા-ડે પાંચ લાખ કરોડ ડોલરનો પડાવ પાર કર્યો હતો. માર્કેટ કેપ ઈન્ટ્રા-ડે રૂ.૪૧૪.૭૫ લાખ કરોડ એટલે કે પાંચ લાખ કરોડ ડોલર પહોંચી ગયું હતું. આ સાથે વિશ્વમાં અત્યારે પાંચ લાખ કરોડ ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતાં કલબમાં પ્રવેશનાર ભારત પાંચમો દેશ બન્યો છે.