વૈશ્વિક અર્થતંત્ર આંકલન સંસ્થા 'મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે' આજે (શુક્રવારે) ભારતનો જીડીપી (એકંદર ઘરેલું વિકાસદર) ૭.૭ ટકાથી ઘટાડીને ૭ ટકા જેટલો આંક્યો છે.આ પૂર્વે મૂડીએ વૈશ્વિક અર્થતંત્ર વિષે પણ અનુમાન આપ્યું હતું કે વધતા જતા ઘરેલું વ્યાજદરને લીધે વૈશ્વિક આર્થિક વિકાસદર પણ મંદ પડી જશે.