વોલ સ્ટ્રીટ ખાતેની બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાશે ચેતવણી ઉચ્ચારી છે કે, ભારતની હાલની આર્થિક કટોકટી ૨૦૦૮ કરતાં પણ મોટી છે. ભારતીય અર્થતંત્ર સામે સૌથી મોટો પડકાર ગ્રાહકોમાં ઘટી રહેલી માગ છે. ભારતની આર્થિક કટોકટી માટે નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની કટોકટીને જવાબદાર ગણાવી શકાય તેમ નથી કારણ કે તે તો આઇએલએન્ડએફએસએ નાદારી નોંધાવી ત્યારથી ચાલી આવી છે. ભારતીય બજારોમાં ઘટેલી માગને કારણે જ તેનો આર્થિક વૃદ્ધિદર ૬ ટકા રહેવાની સંભાવના છે.