ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ભારતીય ટીમે છ વિકેટે જીતી લીધી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનથી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ જ્યારે બીજી ઈનિંગમાં 7 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારત સામે 115 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે જ ચાર વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી.