ભારતમાં 5G મોબાઈલ ઈન્ટરનેટ સેવાની શરુઆત થઈ ચૂકી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે દેશની 5G ટેકનોલૉજી સંપૂર્ણપણે સ્વદેશી છે. જો કે દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી અમુક મહત્વના ભાગો આયાત કરવામાં આવ્યા છે. ભારત અન્ય દેશો સાથે પણ 5G ટેકનોલૉજી શેર કરવા માટે તૈયાર છે. 5જી પર ભારતની ઉપલબ્ધિ પર અમને ગર્વ છે.