સુદીરમન કપ મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે ભૂતપૂર્વ ચેમ્પિયન ઇન્ડોનેશિયા સામે ૪-૧થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે જ ભારતે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. ભારતનો પ્રારંભિક મુકાલામાં ડેન્માર્ક સામે ૧-૪થી શરમજનક પરાજય થયો હતો. આમ, નોકઆઉટમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા ભારત માટે ઇન્ડોનેશિયા સામે જીતવું જરૃરી હતું. ભારતના વિજયમાં કે. શ્રીકાંત, પીવી સિંધુ, અશ્વિની પોનપ્પાએ મહત્વની ભૂમિકા અદા કરી હતી.