રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય આયોગ (IRIGC-M&MTC)ના 21માં સત્રના અવસરે માસ્કોમાં રશિયન સંઘના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રક્ષા મંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવી.
રાજનાથ સિંહે દ્વિપક્ષીય રક્ષા સહયોગના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓએ કહ્યું કે, બંને દેશો વચ્ચે ભાગીદારીની અપાર સંભાવનાઓ છે. સંયુક્ત પ્રયાસ ઉલ્લેખનીય પરિણામો માટે માર્ગ મોકળો કરશે