રશિયાની બે દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં બુધવારે બંને દેશ વચ્ચે સંરક્ષણ, સ્પેસ મિશન સહિતના ક્ષેત્રોમાં ૧૫ મહત્ત્વના કરાર કરાયા હતા. રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં બંને દેશના પ્રતિનિધિમંડળો વચ્ચે ૨૦મા રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું જેમાં સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે ઓઇલ એન્ડ ગેસ, માઇનિંગ, સંરક્ષણ, એર અને ઓશન કનેક્ટિવિટી, ન્યુક્લિયર એનર્જી, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને મૂડીરોકાણ સંબંધિત ચર્ચા થઈ હતી. બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા સહમત થયાં હતાં.