ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારતે કેનેડાના લોકો માટે આજે 25 ઓક્ટોબરથી વિઝા સર્વિસ ફરી શરૂ કરી દીધી છે.
કેનેડાના ઓટ્ટાવામાં ભારતના હાઈ કમિશને સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે, આ વિઝા સર્વિસને માત્ર પ્રવેશ વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીમાં જ શરૂ કરાયા છે.