આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેએ વાર્ષિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશની સેના લદાખમાં જ નહીં પણ ઉત્તરની તમામ સરહદોએ એલર્ટ મોડ ઉપર છે. ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો ઉપર સૈન્યના તમામ જવાનો દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. ગત વર્ષ અનેક પડકારોથી ભરેલું હતું અને સરહદે ઘણો તણાવ હતો તે ઉપરાંત કોરોના મહામારીનો પણ સામનો કરવાનો આવ્યો હતો. આ તમામ વચ્ચે ભારતને સૌથી વધારે સમસ્યા પાકિસ્તાન અને ચીનના કારણે ભોગવવી પડી હતી. પાકિસ્તાન અને ચીનની જોડી ભારત માટે સૌથી મોટો ખતરો છે. તેમની સાથે સંઘર્ષની શક્યતાઓને નકારી શકાય નહીં. નરવણેએ જણાવ્યું કે, અમે આ બંને દેશોની સરહદે સજ્જ છીએ અને કોઈપણ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છીએ.