ભારતે પોખરણમાં 20 વર્ષ અગાઉ એક પછી એક એમ પાંચ ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. હવે બે દશકા બાદ ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડવા તૈયારી કરી છે. આ વખતે ભારત પોતાનું પહેલું ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5 લોંચ કરી રહ્યું છે. જેને દેશના પરમાણુ શસ્ત્રોનો હવાલો સંભાળતા સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડને સોંપવામાં આવશે.