પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે બળાપો ઠાલવતા જણાવ્યું છે કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને આપણે હજુ ભીખ માંગીએ છીએ. વિદેશમાં દેશવટો જેવી સ્થિતિમાં રહેતા નવાઝ શરીફે પાકિસ્તાનની વર્તમાન પરીસ્થિતિ માટે પૂર્વ જનરલો અને ન્યાયાધિશોને જવાબદાર ઠરાવ્યા છે. નવાઝે જી-૨૦ના ભારતે કરેલા સફળ આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. નવાઝે પૂર્વ શાસકોને આર્થિક સંકટ,મોંઘવારી અને ગરીબી માટે જવાબદાર ગણાવ્યા હતા