ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત 21મી કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ, તો એક સિલ્વર અને એક બ્રોન્જ ગેમ્સ શરૂ થયાના બે દિવસમાં જ મેળવીને ભારત મેડલ મેળવનારા દેશોની યાદીમાં 53મા ક્રમાંકથી સીધું પાંચમા ક્રમે પહોંચ્યું છે. નોંધનીય છે કે બીજા દિવસે પણ ભારતની સન્જીતા ચાનુંએ ફિમેલ વેઇટલિફટીંગમાં 53 કિ.ગ્રા. વજનમાં ભારતને માટે વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમજ ભારતને દિપક લાઠેરે સૌથી નાની વયે વેઇટલિફટીંગમાં મેન કેટેગરીમાં 69 કિ.ગ્રા. વજનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધાર્યું હતું. નોંધનીય છે કે વેઇટલિફ્ટર સિખોમ મીરાબાઇ ચાનુએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઇએ 48 કિ.ગ્રા. કેટેગરીમાં કુલ 196 કિ.ગ્રા. સ્નેચમાં 86 કિ.ગ્રા. અને ક્લીન એન્ડ જર્કમાં 110 કિ.ગ્રા. વજનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ દરમિયાન તેણે સ્નેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા વેઇટલિફ્ટિંગમાં 56 કિ.ગ્રામ ભાર વર્ગમાં ગુરૂરાજાએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ સિવાય બેડમિન્ટનની મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતે શ્રીલંકાને 21-15, 19-21, 22-20 થી હરાવ્યું હતું. ભારતના પ્રણવ ચોપડા અને રૂત્વિકાએ, શ્રીલંકાની જોડી સચિન દયાસ અને તિલિની પ્રમોદિકાને ગ્રુપ એકની મિક્સ ટીમ ઇવેન્ટમાં 21-15, 19-21, 22-20થી હરાવી હતી. બીજી તરફ હોકીમાં ભારતીય મહિલા ટીમનો 3-2થી પરાજય થયો હતો.