ધ ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ (જીબીબીસ)ના વાર્ષિક સંમેલનમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં પક્ષીઓની ૧૦૩૬ પ્રજાતિઓ જોવા મળે છે જે દુનિયામાં સૌથી વધુમાં ત્રીજા ક્રમે છે. આ સર્વમાં કોલંબિયામાં સૌથી વધુ ૧૩૬૩ જયારે ઇકવેડોરમાં ૧૧૩૦ પક્ષી પ્રજાતિ ધ્યાનમાં આવી હતી. બ્રાઝિલ ૧૦૦૭ પ્રજાતિઓ સાથે ભારત પછી ચોથો ક્રમ ધરાવે છે. જીબીબીસી દ્વારા ગત ફેબુ્રઆરીમાં આયોજિત ૪ દિવસીય સંમેલનમાં પક્ષીપ્રેમીઓ, વિધાર્થીઓ અને રસિકજનોએ ભાગ લીધો હતો. વૈશ્વિક સ્તરે કુલ ૩.૧૮ લાખ ચેકલિસ્ટમાં ૭૮૯૫ પક્ષી પ્રજાતિઓની નોંધ કરવામાં આવી હતી.