વર્ષ ૨૦૨૦ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અનુસાર વિશ્વમાં નબળાઈથી પીડાતાં પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે, જે બાળકોમાં પ્રવર્તતા તીવ્ર કુપોષણને પ્રતિબિંબિત કરે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૫-૧૯ના સમયગાળામાં બાળકોમાં કુપોષણમાં ગંભીર વધારો થયો છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન બાળકોમાં કુપોષણનું સ્તર ૧૫.૧ ટકા હતું જે ૨૦૧૫-૧૯માં વધીને ૧૭.૩ ટકા પર પહોંચી ગયું છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ૨૦૨૦માં સામેલ વિશ્વના ૧૦૭ દેશમાં ભારતને ૯૪મું સ્થાન અપાયું છે.