Global Hunger Indexમાં ભારત 121 દેશોમાંથી 107માં નંબરે છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન સિવાય આ નંબર દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત બાંગ્લાદેશથી પણ પાછળ છે. 107માં સ્થાને સરક્યા બાદ, ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI), 2022માં ભારત છ સ્થાન નીચે આવી ગયુ છે. યુરોપિયન એનજીઓએ ભારતમાં ભૂખમરાના સ્તરને ગંભીર ગણાવ્યુ છે.