દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 'ઈન્ડિયા' ગઠબંધનની મહારેલી રવિવારે યોજાશે. આ રેલીમાં ગઠબંધનના ૧૩ સહયોગી પક્ષો જોડાશે. બીજીબાજુ અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે 'કેજરીવાલ કો આશિર્વાદ' વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું છે.